તલાટી કમ મંત્રીની પરીક્ષા મા લેટ પડનાર મહીલા પરીક્ષાર્થી ને વેજલપુર પોલીસે કેંદ્ર પર પહોંચાડી

તારીખ ૭ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનમાં જરૂરી બંદોબસ્ત રખાવી સુચના અને માર્ગદર્શન આપેલ કે પરીક્ષાાર્થીઓ દૂર દૂરથી આવનાર છે તો તેઓને પરીક્ષા આપતી વખતે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવી જે અનુસંધાને પંચમહાલ જિલ્લા પોલીસ જરૂરી મદદ પુરી પાડવા કટિબદ્ધ બનેલ ત્યારે આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ આર.આર.ગોહિલ નાઓ પરીક્ષા બંદોબસ્ત માં હાજર હતા ત્યારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની છેલ્લી ૧૦ મિનિટ પહેલાં કે.કે.હાઈસ્કૂલ વેજલપુર ખાતે બંદોબસ્તમાં રહેલ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ સોમસિંહ તથા વુમન હેડ કોન્સ્ટેબલ મેનકાબેન ને જણાવેલ કે એક મહિલા પરીક્ષાર્થી સંજોગોવશાત અત્રે પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ આવેલ છે પરંતુ તેનું કેન્દ્ર એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે છે અને તેની પાસે કોઈ વાહનની સગવડતા નથી જેથી તરત જ વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસ મોબાઇલ વાન તરત જ મોકલી આપેલ અને પરીક્ષાર્થીને સત્વરે સમયમર્યાદામાંએકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે પહોંચાડી દેતા મહિલા પરીક્ષાર્થી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ આમ,પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા માનવીય અભિગમ રાખી “પોલીસ પ્રજાનો મિત્ર” છે તે સૂત્રને સાર્થક કરેલ છે.










