GUJARATPANCHMAHALSHEHERA
શહેરા તાલુકાના ચલાલી ગામે શોર્ટસર્કિટને કારણે મકાનમાં આગ લાગતા સરસામાન બળીને ખાક,4 પશુ પણ મૃત્યુ પામ્યા હતા

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામના તાંડી ફળિયામાં આવેલા રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે એકાએક આગ લાગવાની ઘટના બની હતી,મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલ તમામ ઘરવખરી સહિત રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પણ બળીને ખાક થઈ ગયા હતા,આ આગ લાગવાની ઘટનામાં મકાનમાં બાંધી રાખવામાં આવેલા ચાર પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા.મકાનમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા શહેરા નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.
[wptube id="1252022"]