GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના દેલોલ ગામ પાસે ટેન્કર ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતાં ઇકો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

તારીખ ૧૬/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ ગામના વતની જગદીશભાઈ ચંદુભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ટેન્કર નંબર આરજે-૦૯-જીડી-૮૩૯૨ ના ચાલકે પોતાના ટેન્કર પુરઝડપે અને બે ફિકરાઇ અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીના છોકરો વિકિત ની ઇકો ગાડી નંબર જીજે-૧૭-બીએચ-૩૨૨૭ દેલોલ પ્રથમ ટ્રેક ઉપરથી પસાર થઈ બીજા ટ્રેક પસાર થઈ એલઆઇસી ગેટથી દેલોલ ગામ તરફ જતી વખતે ટેન્કર ચાલે કે ઈકો ગાડીને ખાલી સાઇડે એક્સિડન્ટ કરી ઇકો ચાલક ને ટક્કર મારતાં ઇકો ચાલકને કપાળે પંદરેક ટાંકા તથા મોઢાની ડાબી બાજુ આંખની નીચે ત્રણ ટાંકા તથા હોઠની બાજુએ બે ટાંકા આવેલા છે તથા જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા કરી ફેકચર કરી તથા ગાડીને નુકસાન કરી ભાગી જતાં જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









