GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા ડૉ બાબા સાહેબ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

તારીખ ૧૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ખાતે ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા દલિતોનામુ ક્તિદાતા, સમતા,સમાનતા,બંધુત્વના આરાધક,સિમ્બોલ ઓફ નોલેજ,દલિતો,પીડિતો, શોષિતો,મહિલાઓના મુક્તિદાતા એવા ઉગતા સૂર્ય સમાન તેજસ્વી મહામાનવની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કાલોલ શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી રેલીમાં જય ભીમ ના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું અને રેલી પરત કાલોલ મામલતદાર કચેરી પાસે આવી પહોંચી હતી જ્યાં ડો.બાબા આંબેડકરની પ્રતિમાને કાલોલ ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિના આગેવાનો નાં હસ્તે ફુલહારવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ખુબજ શ્રદ્ધા પૂર્વક પુષ્પાંજલિ અને ભાવાનજલી આપવામાં આવી હતી જ્યાં અનેક અગ્રગણ્ય દલીત સમાજના સહિત કાલોલ ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિના આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં ભીમ ભકતો હાજર રહ્યા હતા.અને કાર્યક્રમને દીપાવ્યો હતો.અગણિત કાર્યો, સાહસો,સંઘર્ષો થકી દેશની એકતા અખંડતા માટે જીવનભર કાર્યરત રહી સમાનતા બંધુત્વતા, સમરસતા માટે સક્રિય યોગદાન આપનાર યુગ પુરુષ આજના સપરમાં દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકને કોટી કોટી નમન કરવાનાં પ્રસંગે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ અને ભાજપના આગેવાનો તેમજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ તથા કોંગ્રેસના આગેવાનોએ કાર્યક્રમમાં સહભાગી બની બાબા સાહેબને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button