Rajkot: ચૂંટણીના મહાપર્વમાં બહોળી સંખ્યામાં લોકભાગીદારી માટે વહીવટ તંત્ર દ્વારા ઘરે ઘરે આમંત્રણ પત્રિકા નું વિતરણ

તા.૧૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દેશના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, જે અન્વયે ૬૮ રાજકોટ વિધાનસભા મતવિસ્તાર ભાગ નંબર-૨૪૩ ન્યુ સાગર સોસાયટી વિસ્તારમાં અને ભાગ નંબર ૧૭૭ – ભારત નગર મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ૭ મે ના રોજ વધુને વધુ લોકો મતદાન કરવા સહભાગી બને તે માટે સોસાયટીના રહેવાસીઓને મતદાનના મહત્વ વિશે સમજાવાયું હતુ. પુરુષ મતદાતાઓ અને સ્ત્રી મતદાતાઓ બંને સમાન રીતે દેશના મહાપર્વમાં જોડાય તે માટે સ્ત્રી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરાઇ હતી. આ મતવિસ્તારના સંબધિત ઝોનલ ઓફીસરશ્રી અને બુથ લેવલ ઓફિસરશ્રીઓએ ઘરે ઘરે જઈને મતદાનની આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કર્યું હતુ.

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ બિલીપત્ર સોસાયટી વિસ્તારમાં “મતદાર જાગૃતિ” કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી વાય.ડી.ગોહિલ, સુપરવાઈઝરશ્રી સુરેશભાઈ કનોડિયા અને બી.એલ.ઓ.શ્રી સપનાબેન ધરદેવએ સોસાયટીના બહેનોને જણાવ્યું હતું કે, ભારત દેશના તમામ તહેવારોમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા નિભાવે છે તો આ લોકશાહીના અવસરમાં પણ મહિલાઓએ અગ્રેસર રહેવું જોઈએ. અને ઉપસ્થિત સર્વે બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ બાળકો દ્વારા મતદાર જાગૃતિના સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા.









