હાલોલ તાલુકાના નાથકુવા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપી પાડતા જિલ્લા પુરવઠા અધિકારી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૩
હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તાર નાથકુવા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રાશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપવામાં આવતું હોવાની તથા સંચાલક દ્વારા સરકારી ભાવ કરતાં વધારે પૈસા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ બાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ દુકાનમાં તપાસ કરતા દુકાનદાર દ્વારા ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું માલુમ પડ્યું છે. તપાસ માં 29 કટ્ટા અનાજની વધ જણાય આવી હતી અને દુકાનદાર દ્વારા 32 જેટલા ગ્રાહકોના રાશનકાર્ડ પોતાના કબજામાં રાખેલા પણ મળી આવ્યા હતા.હાલોલ તાલુકાના આદિવાસી વિસ્તાર નાથકુવા ગામે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક ફિરોજ તાહિરઅલી વોરા ગામના રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ ઓછું આપી વધુ નાણાં વસૂલી રહ્યો હોવાનું અને આ દુકાનદાર ગ્રાહકો ને કુપન કે આપેલા અનાજ ના જથ્થા ની પાવતી આપતો ન હોવાની જાણ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા ને થતા આજે સાંજે તેઓ નાથકુવા સસ્તા અનાજ ની દુકાને તપાસ માં જતા સ્ટોક માં ચોખાના ઘઉંના 04 કટ્ટા, તુવેર દાળ ના 03 કટ્ટા, અને ચણાના 02 કટ્ટા, મળી કુલ 29 કટ્ટા વધારાનો જથ્થો મળી આવ્યો હતો.અને દુકાનદાર દ્વારા અનઅધિકૃત રીતે 32 જેટલા ગ્રાહકોના રાશનકાર્ડ તેને પોતાના કબજામાં રાખેલા દુકાનમાંથી મળી આવ્યા હતા.










