

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૨/૨૦૨૩
નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હીકલી) દ્વારા એક દિવસીય તારીખ ૨૩મી ફેબ્રુઆરીનાં રોજ નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઈમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.
નાન્દી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હી કલી) હેઠલ નન્હીકલીઓ (દિકોરીઓ) માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ તુફાન ગેમ્સમાં નેત્રંગ અને વાલિયા બ્લોકમાં ASC કક્ષાની સ્પોર્ટસ સ્પર્ધામાંથી પસંદગી પામેલી નન્હીકલીઓ માટે આ તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ તૂફાન ગેમ્સમાં ૬ થી ૧૦ વર્ષ ની ૬૦ જેટલી બાળાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.
રમતનું આપણા જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમુહભાવના તેમજ ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે. આ તુફાન ગેમ્સમાં નાન્દી ફાઉન્ડેશન દ્વારા ચાર અલગ અલગ રમતો જેવી કે ૩૦ મીટરની દોડ, સ્ટેન્ડીંગ લોંગ જમ્પ, સહનશક્તિ દોડ અને શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દીપપ્રાગટય કરી કરવામાં આવી હતી. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે બેસ્ટ ૧૦ નન્હી કલીઓને પ્રમાણપત્ર, બેજ અને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ, તાલુકા શિક્ષણ અઘિકારી સુરેશભાઈ વસાવા, બી.આર.સી. સુધાબેન વસાવા, બ્રિજેશ પટેલ, પ્રતિક પ્રજાપતિ અને નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશન સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ(દિકોરીઓ) ઉપસ્થિ
ત રહી.








