GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શિક્ષણમંત્રી દ્વારા કાલોલ તાલુકાની બાકરોલ પ્રા.શાળાના શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું.

તારીખ ૧૯/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિના ઈનોવેટિવ પેડાગોજી પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ગુજરાત રાજ્ય અને સમગ્ર શિક્ષણ જગતનું નેશનલ કક્ષાએ ગૌરવ વધારવા બદલ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર ના હસ્તે સન્માન કરવામાં આવ્યું.દેશ કક્ષાએ તમામ રાજ્યોના 5.99 લાખ પ્રોજેક્ટ સબમીટ થયા હતા.જેમાંથી 2.6 લાખ પ્રોજેક્ટ વિડીયો સાબિતીરૂપે અપલોડ કરવામાં આવ્યા.દેશના તમામ રાજયોના શ્રેષ્ઠ 63 ઈનોવેટિવ પેડાગોજી પ્રોજેક્ટ પૈકી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ દસ પ્રોજેક્ટમાં બાકરોલ પ્રાથમિક શાળાના દિનેશભાઈ પ્રજાપતિના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવતા પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ તેમજ ડાયટ પ્રાચાર્ય બી.પી.ગઢવી દ્વારા પંચમહાલ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારવામાં બદલ શુભેચ્છાઓ-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button