JUNAGADH

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ત્તંત્ર સજ્જ NDRF-SDRFની ટીમો તેનાત

દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ હસનાપુર સહિતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક હોવાથી તે વિસ્તારમાં ન જવા તંત્રનો અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ રાજ્ય સરકાર પાસે એનડીઆરએફની ટીમની માંગ કરી હતી. જેને અનુલક્ષીને આજે બપોરના એનડીઆરએફની ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. તેમજ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આ એનડીઆરએફની ટીમને માંગરોળ ખાતે જવા રવાના કરી હતી. હાલ એનડીઆરએફની ટીમને માંગરોળ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી એસડીઆરએફની ટીમ પણ માંગરોળ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
હાલ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે.
ભારે વરસાદના કારણે ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ તેમજ હસનાપુર ડેમમાં પાણીની પુષ્કળ આવક થયેલ હોય જેથી જૂનાગઢના નાગરિકોને આ સ્થળો પર અવર જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત ભારે વરસાદને કારણે ૧૨ જેટલા એસટી બસોના રૂટો બંધ થયેલ છે. તેમજ લોકોને હાલની પરિસ્થિતિ જોતા બિન જરૂરી મુસાફરી ટાળવા માટે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button