GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના દેવગામ તથા હડમતાળા ગામો બન્યા ચોખ્ખાચણાંક

તા.૧૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ અભિયાન રાજ્યભરમાં ઝુંબેશરૂપે ચાલી રહ્યું છે. ત્યારે ‘મારું ગામ, સ્વચ્છ ગામ’ની નેમ સાથે રાજકોટ જિલ્લાની દેવગામ ગ્રામ પંચાયત દ્વારા કચેરીની દીવાલો ઉપર સ્વચ્છતાનો સંદેશો પાઠવતા ચિત્રો થકી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ હડમતાળા ગામમાં જાહેર રસ્તાઓ પર કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીને તેમજ ઝાડી-ઝાંખરાઓને દૂર કરીને સાફસફાઈ કરવામાં આવી હતી. આમ, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારો ચોખ્ખાચણાંક બનતા આ અભિયાનની અસરકારકતા દેખાઈ રહી છે.

[wptube id="1252022"]
Back to top button