નમો નમો ભારત સંગઠન મોરચામાં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે જંબુસરના હરિનકુમાર પટેલની વરર્ણી કરાઈ

નમો નમો ભારત સંગઠન મોરચામાં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે જંબુસરના હરિનકુમાર પટેલની વરર્ણી કરાઈ.
એકદમ ઇન્ડિયાથી ભારત તરફની વિકાસ કાર્યને આગળ ધપાવા યુવાઓ મહિલાઓ તથા બેરોજગાર યુવાનોને રોજગારી અંગે માર્ગદર્શન ,રોજગારી ઉપલબ્ધ કરાવવા નું સંગઠનનું કાર્ય છે. ગરીબ અને જરૂરિયાત મંદો સારું શિક્ષણ મેળવે, શિક્ષણનો વિકાસ થાય શિક્ષણ થકી એક ડગલું રાષ્ટ્રનિર્માણ, અને રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય હટવાર અને તેમની ટીમ સામાજિક અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે .પ્રદેશ પ્રભારી મહિલા મોરચા ગુજરાત શ્રીમતી અનુરાધા સકારામ દ્વારા નમો નમો મોરચા ભારતમાં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે જંબુસરના હરિનકુમાર એસ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જે અંગેનો નિયુક્તિ પત્ર ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી લતાબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. જંબુસરના હરિન પટેલને ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરાતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





