MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી રોડ ઉપર  વિદેશી દારૂની જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર  વિદેશી દારૂની જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીમાં દરોડો પાડી રહેણાંકના ભાડે મકાનમાંથી વિદેશી દારૂની ૫૭ બોટલના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધેલ હતા. જયારે પકડાયેલ આરોપીની સંઘ પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આપનારનું નામ ખૂલતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા તથા સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટિયા વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીમાં ભાડે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે ઉમિયા પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પડ્યો હતો.

દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી પાસ પરમીટ કે આધાર વગરનો ગરી લેબલ વ્હિસ્કી વિદેશી દારૂની ૫૭ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા ઉવ.૨૩હાલ રહે. વાવડી રોડ ઉમિયા પાર્ક સોસા.મુળરહે ગોરાજીકા નિમ્બાળા રાજસ્થાન તથા સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટિયા ઉવ.૨૨ રહે હાલ વાવડી રોડ ગાયત્રીનગર સોસા. મૂળ રહે અમરનગર તા.જી.મોરબીની સ્થળ ઉપર અટક કરી હતી. પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આપનાર આરોપી કેતનદાન મહેન્દ્રદાન બારહટ રહે.મોરબી વાવડી રોડ ગાયત્રી સોસાયટીનું નામ ખુલવા પામ્યું હતું. જેથી તે આરોપીને ફરાર દર્શાવી હાલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button