
MORBI:મોરબીના બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ
મચ્છુ-૨ સિંચાઈ યોજનાના ડેમના ગેઇટ રીપેરીંગ તથા બદલવાની કામગીરી માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી સમયસર ખાલી કરી અને ચોમાસા પહેલા મરામતની પ્રક્રિયા પૂર્ણ કરી ડેમને સેફ સ્ટેજે લઇ જવા માટે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી પાણી ખાલી કરવાનું આયોજન હાથ ધરેલ હોય, આ દરમ્યાન મોરબી શહેરના પાડાપુલ નીચે આવેલ બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. ૧૨ થી ૧૫ સુધી બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી નટરાજ ફાટક/કેસર બાગથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે
[wptube id="1252022"]