MORBI:મોરબી યાર્ડ, શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા, જાહેર જનતાને આમંત્રણ

MORBI:મોરબી યાર્ડ, શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા, જાહેર જનતાને આમંત્રણ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના લોકોને ગાંધી જયંતિ પહેલા, 1 ઓક્ટબેર, 2023 ના દિવસે સવારે 10 કલાકે સામૂહિક રીતે 1 કલાક “સ્વચ્છતા માટે શ્રમદાન” કરવા આહવાન અપાયેલ છે, જે અંતર્ગત મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગ ખાતે એકઠા થયેલ કચરાના નિકાલ માટે તા.1/10/2023 સવારે 10 કલાકે વેપારીઓ, જાહેર જનતા સાથે મોરબી માર્કેટિંગ યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

ઉપરોક્ત કાર્યક્રમના માધ્યમથી ગંદકી, કચરાના નિકાલ, યાર્ડમાં બંધ પડેલ ડુંગળીની જાહેર હરરાજી, વાહન પાર્કિંગ વગેરે વિવિધ પ્રશ્નો અંગે કોઈ કાયમી ઉકેલ લાવવા અને યાર્ડ સતાધીશો અને રાજકીય આગેવાનોને પરિસ્થિતિથી અવગત કરવા પ્રયત્ન કરવામાં આવશે.
ઉપરોક્ત સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગ વેપારીઓ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.








