BHANVADDEVBHOOMI DWARKA

Bhanvad : ગુંદા આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ચંદ્રિકાબેન પરમાર વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો    

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ભાણવડ તાલુકાના ગુંદા આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શ્રી ચંદ્રિકાબેન પરમાર વયનિવૃત થતાં એમને ભાવભીની વિદાય તેમજ નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.  છેલ્લા ૩૯ વર્ષથી તેઓએ આરોગ્ય ક્ષેત્રે પોતાનું બહોળું યોગદાન આપેલ છે. તેઓએ ફિલ્ડમાં ઘણી સારી કામગીરી કરેલ અને તાલીમકાર તરીકે પણ ઉત્તમ યોગદાન આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા આર સી.એચ અધિકારીશ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદાના સ્ટાફ દ્વારા પણ તેમને સ્મૃતિ ભેટ તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ગુંદા પી.એચ.સી ના મેડિકલ ઓફિસરશ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button