
શિવરાજપુર બીચ પર તા. ૪ જૂનથી ૨ ઓગસ્ટ,૨૦૨૪ સુધી ન્હાવા અને સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૦૪/૦૬/૨૦૨૪થી તા. ૦૨/૦૮/૨૦૨૪ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ન્હાવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે બીચમાં ન્હાવું/ સ્વીમીંગ કરવું જોખમી થઈ શકે છે. શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ – સર્વે નં. પ૮ થી શિવરાજપુર બીચના ખાડી-ર પોઇન્ટના છેડા સુધી, ૫ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા. ૦૪/૦૬/૨૦૨૪ થી તા.૦૨/૦૮/૨૦૨૪ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.

[wptube id="1252022"]




