BANASKANTHAKANKREJ

શ્રી જનસેવા આશ્રમ મોટીચંદુર દ્વારા શ્રી વઢીયાર વાલ્મિકી સમાજના સમુહલગ્નોત્સવમાં ૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે ઘણાબધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે. અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી-દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજો માં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરા ના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે પરમ પૂજ્ય અલખનો અવતાર મહાન ત્યાગી સંતશ્રી હીરાપુરીજીબાપુની અમી દ્રષ્ટિ તેમજ કરૂણાનો સાગર એવા સમરથમાતાજીની કૃપાથી તપોભૂમિ શ્રી જનસેવા આશ્રમ મોટીચંદુર ના પાવન પરિસરમાં પરમ પૂજ્ય ભરતપુરીબાપુની પાવન નિશ્રામાં આજરોજ સંવત ૨૦૮૦ ના વૈશાખવદ-૭ ને ગુરૂવાર તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ સવારે સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં ૧૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા.સંતોના સામૈયા બાદ ૧૬ નવયુગલો તેમજ વાલ્મિકી સમાજને પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરીબાપુ તથા બ્રહ્મચારી આશ્રમ ગોતરકા ના સંતશ્રી નિજાનંદબાપુ સહિત દરેક સંતોએ આશીર્વાદ આપ્યા
હતા. ભરતપુરીબાપુ એ સંદેશો આપ્યો હતો કે તનનો કચરો એટલે કે દારૂ,માંસ તથા ખોટા વ્યસનોને દૂર કરો.મનનો કચરો એટલે કે ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ,લોભ,મોહ ને દૂર કરો.બેટીબચાઓ-બેટીપઢાઓ, સમાજ બચાઓ અને રક્તદાન કરી કોઈકનું જીવન બચાવવા સંદેશો આપ્યો હતો.અને નવી જિંદગીની સફરની શરૂઆત કરનાર ૧૬ નવયુગલોને સોના-ચાંદીના દરદાગીના, તિજોરી કબાટ, ગાદલા- રજાઈ, પંખા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહિત તમામ રસોડા સામાન ભેટ અર્પણ કરવામાં આવેલ.ત્યારે ૧૬ કન્યા,૧૬ મૂર્તિયાના પરિવાર સહિત લગભગ બે હજારથી વધુ વાલ્મિકી સમાજ આનંદ વિભોર થયેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button