દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔધોગિક એકમો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કંપનીના કામદારોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રેરિત કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔધોગિક એકમોમાં મતદાન જાગૃતીના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઇડીસીમાં આવેલ અરમાન ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ,કેનેડી અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, બાંકોડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા. અને અન્ય નાગરીકોને પણ મતદાન કરવા પ્રેરીત કરવા જણાવ્યું હતું. તેમજ મતદાન કરવા અંગે સંકલ્પ લેવામાં આવી હતી.