ARAVALLI

મેઘરજ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મેઘરજ તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મેઘરજ તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાયું

દેશને ટીબી મુક્ત બનાવવાં માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત તા.14/07/2023 ના રોજ મેઘરજ તાલુકામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવારની સાથે સારું પોષણ મળી રહે તે માટે ગોપાલ કંપની લિ. રહિયોલ ના સહયોગથી મેઘરજ તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ના 180 ટીબી રોગના દર્દીઓને દતક લઈને ન્યુટિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તમામ ટીબીના દર્દીઓને દર માસે જ્યાં સુધી ટીબીની સારવાર હેઠળ હોય ત્યાં સુધી પોષણ કીટ આપવામાં આવશે

આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ માન. કલેક્ટર સાહેબ અને પ્રોજેક્ટ એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર કેડિયા સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી, જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી ,ગોપાલ કંપની ના મેનેજર શ્રી કલ્પેશભાઈ પારેખ , મુકેશભાઈ , તાલુકા હેલ્થ ઓફિસરશ્રી મેઘરજ , આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button