
ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ડેન્ગ્યુ રોગ ફેલાય છે. ચોમાસા ઋતુમાં વરસાદી પાણીના નાના મોટા પાત્રો મા ભરાવાથી એડીસ પ્રકારના મચ્છર પેદા થાય છે. જે નાના મોટા પાત્રોમા પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.
ભારત સરકાર દ્રારા ડેન્ગ્યુ નિયંત્રણ અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા અન્વયે આ ઉદેશને સાકાર કરવા સઘન ઝુંબેશ શરુ કરેલ છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જુનાગઢ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૨માં ડેન્ગ્યુંમાં ૬૦% ઘટાડો હાંસલ કરેલ છે. તેમજ વર્ષ ૨૦૨૨ કરતાં વર્ષ ૨0૨3 માં ડેન્ગ્યુંમાં ૬૬% ઘટાડો હાંસલ કરેલ છે. જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષમાં એપ્રિલ-૨૦૨૪ માં ડેન્ગ્યું કેસ-0 નોંધાયેલ છે.
NVBDCP પ્રોગામ અંતર્ગત જાહેર કરેલ દર વર્ષની જેમ ૧૬મી, મે, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે જેમ એક થીમ – “Connect with Community, Control Dengue” (ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ્ મેળવીએ) ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે.
તેમજ ૧૬મી, મે, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મ.પ.હે.વ., ફી.હે.વ., આશા અને અન્ય આરોગ્ય કર્મચારી ની ૬૦ ટીમ દ્રારા દરેક અર્બન હેલ્થ સેન્ટ્રોમાં હાઉસ ટુ હાઉસ રૂબરૂ ઘરોની ફિલ્ડ મુલાકાત કરી સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણ કામગીરી માં બેનર અને પોસ્ટર લગાવવા, પત્રીકા વિતરણ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરીની ઝુંબેશ તા.૧૦-૦૫-૨૦૨૪ થી તા.૨૫-૦૫-૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે.
ડેન્ગ્યુ રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લેબોરેટરી પરીક્ષણ કરાવી સારવાર લેવા વિનંતી.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. એમ ડો. ચંદ્રેશ વ્યાસ, આરોગ્ય અધિકારીશ્રી મહાનગરપાલિકા જુનાગઢની યાદી જણાવે છે.










