દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાશે
તા.૨૧ એપ્રિલના રોજ ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ

ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો બનશે આકર્ષણનું કેન્દ્ર
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
ઉત્તરપૂર્વી સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત સત્કાર કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૧ એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ પાછળ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનાર છે.
તા. ૨૧ એપ્રિલના રોજ હાથી ગેટ ખાતેથી સાંજે ૦૪:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભા યાત્રાનું સમાપન રુક્ષ્મણી મંદિર ખાતે થશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ બનાવી આ કાર્યક્રમ સુંદર રીતે યોજાય તે માટે આયોજન કરાયું છે.









