VALSADVAPI

વાપીના ચલાથી ૧૭ વર્ષીય સગીરા આકાંશા આહિરે ગુમ 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૩ ઓક્ટોબર

વાપીના ચલા રોડ પર શુભમ-૩ બિલ્ડિંગની સામે સાંઈ બિલ્ડિંગની પાછળ ભરતભાઈ પટેલની ચાલમાં રૂમ નં. ૨૩માં રહેતા ભીકન નાનાભાઈ આહિરે (ઉ.વ.૩૯, મૂળ રહે. લૌકી ગામ, તા. શિરપુર, જિ. ધુલે, મહારાષ્ટ્ર)ની ૧૭ વર્ષીય સગીર પુત્રી આકાંશાનું તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બપોરે ૨-૪૫ કલાકે કોઈ અજાણ્યો ઈસમ કાયદેસરના વાલીપણામાંથી શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના બિલ્ડિંગના નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ભારત બેંકની સામે, ચલા રોડથી અપહરણ કરી ગયો હોય અથવા સગીરા ક્યાંક ચાલી ગઈ હોવાની જાણ તેના પિતાએ વાપી ટાઉન પોલીસ મથકે કરી છે. ગુમ થનાર સગીરાએ પર્પલ કલરનો પંજાબી ડ્રેસ અને ગળામાં લોકેટ પહેરેલુ છે. જે મધ્યમ બાંધો, ગોરો વર્ણ અને ચાર ફૂટ પાંચ ઈંચ ઉચાઈ ધરાવે છે. જે મરાઠી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ તેની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button