GUJARATPANCHMAHALSHEHERA

વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે મોડેલ સ્કૂલ,શહેરા ખાતેથી વિદ્યાર્થીઓને ગુલાબ અને મોં મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો

જિલ્લામાં ૫૪ પરિક્ષાકેન્દ્રો,૧૫૧૨ બ્લોક પર કુલ ૪૩,૩૦૫ વિદ્યાર્થીઓ,૧૭૦૦ ખંડ નિરીક્ષકો અને ૪૮ ઓબ્ઝર્વર સાથે પરીક્ષાઓનો પ્રારંભ

નિલેશકુમાર દરજી શહેરા

 

તા 11/03/2024

 

પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં

વિવિધ પરીક્ષા સ્થળો ખાતેથી અધિકારીઓ,ધારાસભ્યઓ અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પ,તિલક અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરાઈ વિશેષ વ્યવસ્થા

જિલ્લામાં ૫૪ પરિક્ષાકેન્દ્રો,૧૫૧૨ બ્લોક પર કુલ ૪૩,૩૦૫ વિદ્યાર્થીઓ,૧૭૦૦ ખંડ નિરીક્ષકો અને ૪૮ ઓબ્ઝર્વર સાથે પરીક્ષાઓનો પ્રારંભ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માટે કુલ ૫૪ પરિક્ષાકેન્દ્રો,૧૫૧૨ બ્લોક પર કુલ ૪૩,૩૦૫ વિદ્યાર્થીઓ,૧૭૦૦ ખંડ નિરીક્ષકો અને ૪૮ ઓબ્ઝર્વર,૧૭૦ સરકારી પ્રતિનિધિઓ,૨ ફલાઈંગ સ્કવોડ ટીમ સાથે પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. તમામ બિલ્ડીંગ પર સીસીટીવીથી ચાલુ પરીક્ષા દરમિયાન નિરીક્ષણ અને રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કાર્યરત કરાયો છે. બાળકો શાંતિપૂર્ણ અને તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયો છે.આ સાથે જિલ્લામાં પરીક્ષા સબંધિત જાહેરનામું પણ અમલી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button