
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતની સાથે સાથે ડાંગ જિલ્લામાં 25મી એપ્રિલનાં દિવસે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરનાં અધ્યક્ષપણા હેઠળ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભાખંડમાં ચાલુ વર્ષનાં મેલેરીયા બાબતની થીમ Time to deliver zero Malaria, invest ,innovate ,implement સાથે એડવોકેસી વર્કશોપ તથા મીટીંગ પણ યોજાઈ હતી.અહી મેલેરીયા અધિકારી ડૉ ડી.કે.શર્મા દ્વારા પ્રેઝેન્ટેશનનાં માધ્યમથી મેલેરીયા રોગની ગંભીરતા,રોગનો ફેલાવો તથા લોકોમાં મેલેરીયા વિશે જન જાગૃતી અને રોગને અટકાવવા બાબતે આઇ.ઇ.સી. દ્વારા પ્રચાર-પ્રસાર કરવા તાલુકા આરોગ્ય અધિકારીઓ,આહવા, વઘઇનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા શામગહાન,વઘઇ અને સુબીરનાં તબીબી અધિકારીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારી,લેબોરેટરી ટેકનીશીયન અને સુપરવાઇઝરોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જિલ્લામાં મેલેરીયાનાં કેસોનાં પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયેલ છે.જે સરાહનીય બાબત છે તેમ જણાવી મેલેરીયા અંગે જન સમુદાયમાં વધુમાં વધુ લોકોને માહિતગાર કરવાના હેતુસર ગ્રામ્ય કક્ષાએ સખી મંડળની બહેનો ,આંગણવાડી , શાળા કક્ષાએ ગૃપ મીટીંગ ,લઘુ શિબીર વગેરે જન જાગૃતી કેળવી તેને રાષ્ટ્રકક્ષાના લક્ષ્ય મેલેરીયાને શૂન્ય તરફ લઇ જવા માર્ગદર્શન આપ્યુ હતુ.તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આવનાર દર્દીઓને માહિતગાર કરી તેઓની વિશેષ તકેદારી લેવા સૂચનો કર્યો હતા..





