
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
21મી માર્ચ નાં દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે.વનો છે તો જગતનાં જીવોનું અસ્તિત્વ છે.દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પણ કુદરતી વન સંપદાથી ઘેરાયેલ જિલ્લો છે.ડાંગ જિલ્લાનું સાગી ઇમારતી લાકડુ સોનાની સુગંધ પ્રસરાવે છે.તેમજ ડાંગ જિલ્લાનાં જંગલોમાં વન ઔષધિ સહિત ઇતર વૃક્ષોનો ભરમાર જોવા મળે છે.ત્યારે ડાંગ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલ જંગલોનાં સંરક્ષણ માટે ઉત્તર વન વિભાગ ડાંગની કુલ આઠ રેંજો અને દક્ષિણ વન વિભાગ ડાંગની આઠ રેંજો મળી કુલ 16 રેંજ કાર્યરત જોવા મળે છે.
આજરોજ ડાંગ જિલ્લામાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્ના, ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી,એ.સી.એફ.આરતી ડામોર તથા નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ કુલ 16 રેંજમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાની 16 જેટલી રેંજ કચેરીઓનાં આર.એફ.ઓ,ફોરેસ્ટર, બીટગાર્ડ,દવગાર્ડ, રોજમદારોએ માર્ગો પર બેનરો સાથે રેલી કાઢી વન અને પર્યાવરણનાં સંવર્ધન માટે લોકો પાસે અપેક્ષાનો અનુરોધ કર્યો હતો.ડાંગ જિલ્લામાં 21મી માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી માં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી, ગલકુંડ રેંજના આર. એફ.ઓ બી.ઓ.પરમાર,ચીખલી રેંજનાં આર.એફ.ઓ સરસ્વતીબેન ભોયા,સાકરપાતળ રેંજનાં આર.એફ.ઓ મનીષભાઈ સોનવણે, વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારી,આહવા પૂર્વ રેંજનાં આર.એફ.ઓ હાર્દિકભાઈ ચૌધરી, ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ જી.એસ.ભોયે,લવચાલી રેંજનાં આર.એફ.ઓ અંજના હિરે,સુબિર રેંજના અમિત આનંદ,સિંગાણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલ,વિનય પવાર અંજના પાલવા સહિતનાં અધિકારીઓએ ઉપસ્થિત રહી વનોનાં જતન માટેની નેમ વ્યક્ત કરી…





