GUJARATJETPURRAJKOT

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય/રાજ્ય કક્ષાએ વિજેતા થનાર કલાકારોને અરજી મોકલવા અનુરોધ

તા.૪/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય દિન-૨૦૨૩ની ઉજવણી વિંછીયા ખાતે કરવામાં આવનાર છે, જેમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત વિવિધ કલાક્ષેત્રની સ્પર્ધાઓ જેવી કે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા, યુવા ઉત્સવ, કલા મહાકુંભ, ઓસમ/ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા,નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા, શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી સ્પર્ધાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યકક્ષા/રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર રાજકોટ જિલ્લાના સ્પર્ધક/ કલાવૃંદનું સન્માન કરવામાં આવશે.

સન્માન મેળવવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના સ્પર્ધક/કલાકારોએ પોતાનું નામ, સરનામું, શાળાનું નામ, સરનામું, મેળવેલ નંબર, વર્ષ, સ્પર્ધાનું સ્થળ, મોબાઈલ નંબરની વિગત દર્શાવતી અરજી મેળવેલી સિદ્ધિના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ સાથે તા.૦૭/૦૮/૨૦૨૩ સુધીમાં “પ્રતિશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે રૂબરૂ/ટપાલથી મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓમાંથી પસંદગી પામેલ સ્પર્ધક/કલાકારોએ વિંછીયા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં સન્માન મેળવવા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદગી પામેલ સ્પર્ધક/કલાકારોને ટેલીફોનથી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button