
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વઘઈ પોલીસની દ્વારા પશુઓના ક્રૂરતા નિવારણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના વેપાર સાથે સંકળાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી પ્રાણીઓની હેરફેર સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અનિલભાઈ શરદભાઈ જટાડ ઉ.વર્ષ (૨૫) અક્ષયભાઈ રમેશભાઈ બારશે ઉ.વર્ષ (૨૭) અને ગણેશભાઈ સુરેશભાઈ બારશે ઉ.વર્ષ (૨૫) તમામ રહે અહેમદનગર મહારાષ્ટ્ર ની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ગાડીમાં ગાયો ભરાવનાર વિશાલભાઈ રહે.પાલનપુર અને લેનાર નિલેશભાઈ પોલાડે રહે.અહેમદનગરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી બદલ વોન્ટેડ જાહેર કરાયા છે.
આ ઘટના વઘઈ, વાંસદા રોડ, ફોરેસ્ટ ચેક પોસ્ટ નજીક બની હતી. આરોપીઓ ટાટા ટેમ્પો નંબર MH 17 BY 6244 માં ગેરકાયદેસર રીતે ભરેલ હલન ચલણ ન થાય તેવી રીતે ૧૭ ગાયો ને ક્રૂરતા પૂર્વક ભરી ટેમ્પામાં ઘાસ કે પાણી ની વ્યવસ્થા કર્યા વગેર ગેરકાયદેસર હેર ફેર કરતા ત્રણેય આરોપીઓને વઘઇ પોલીસે ઝડપી પાડી વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ટેમ્પોમાં કબ્જે કરેલી ૧૭ ગાયો જેની કિંમત રૂ.૮૫૦૦૦ અને મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત ૧૨ હજાર અને ટાટા ટેમ્પો જેની કિંમત ૫ લાખ ગણી કુલ ૫,૯૭,૦૦૦ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુની તપાસ પીએસઆઇ પી.બી ચૌધરી હાથ ધરી ટેમ્પોમાં પકડાયેલી ગાયોને સુરક્ષિત રીતે નજીકી પાંજરાપોળમાં મોકલાવી હતી.વઘઇ પોલીસની ટિમ કાયદાને જાળવી રાખવા તેમજ પ્રાણીઓની સુખાકારી માટે પ્રતિબદ્ધતા દાખવતા સ્થાનિકો સહિત ગૌ પ્રેમીઓ એ પોલીસની કામગીરીને બિરદાવી હતી.





