કેવડિયા કોલોની
રિપોર્ટ -અનીશ ખાન બલુચી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ જોવા મળી ડ્રાઇવર એસોસિએશનની હડતાલ.
ડ્રાઇવરોના સમર્થનમાં આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ ચાલકો.
આજે સવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા ત્યારે ભારત ભવન ખાતે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી બસો બંધ જણાતા પ્રવાસીઓ દીર્ધામા મુકાયા હતા .
અકસ્માત બદલ સજા
ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કલમ 304 એ હેઠળ અકસ્માતમાં પહેલા બે વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ હતી. તે નવા નિયમ પ્રમાણે પાંચ વર્ષ કરવામાં આવી છે.આ સાથે જ તેમાં નવા સેક્શનનો વધારો એમ કરવામાં આવ્યો છે કે જે કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય અને ડ્રાઇવર ગાડી સાથે ભાગી જાય તો તેને હિટ એન્ડ રન કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવશે.
અકસ્માત સંબંધી નવા કાયદા ની અસર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ જોવા મળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે જે બસો મૂકવામાં આવી છે તેના ડ્રાઇવરો દ્વારા આજે સવારે પ્રવાસીઓ માટે બસો ના કાઢતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ.