AHAVADANG

ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં રાજીનામાની મૌસમ ખીલી.આહવા તાલુકા મંડળ પ્રમુખનો પણ સ્વૈચ્છિક રાજીનામો….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં રાજીનામાની મૌસમ ખીલી.આહવા તાલુકા મંડળનાં પ્રમુખ સંજયભાઈ ડી.વ્યવહારેએ પણ સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા ખળભળાટ… પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં રાજીનામાની મૌસમ ખીલી ઉઠી છે.આજરોજ ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા જિલ્લાનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તેવામાં ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખનાં રાજીનામા બાદ મોડી સાંજે ભાજપા આહવા મંડળનાં પ્રમુખ સંજયભાઈ વ્યવહારેએ પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ઉથલપાથલ મચી જવા પામી છે.ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીમાં હજી કેટલા રાજીનામા પડશે તે આવનાર દિવસોમાં જ ખબર પડશે…

[wptube id="1252022"]
Back to top button