
તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ હાલ ચાલી રહેલા રાજ્યવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના જયુબેલી ગાર્ડન સ્થિત લોકપ્રિય વોટસન મ્યુઝિયમમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

સૌરાષ્ટ્રના વિવિધ રજવાડાઓના અમૂલ્ય ફર્નિચર, વસ્ત્રક્લા, ચિત્રકલા, તામ્રપત્રો, શિલાલેખ, શિલ્પ સ્થાપત્યો, પંખીઓ-પ્રાણીના અવશેષો વગેરે વસ્તુઓનો સંગ્રહ આ સંગ્રહાલયમાં કરાયો છે. આ તમામ બહુમૂલ્ય વસ્તુઓની સફાઇ તેમજ મ્યુઝીયમ પરિસરમાં અને જાળવણી ઉપરાંત સફાઇ મ્યુઝીયમના સ્ટાફ દ્વારા કરાઇ હતી. આ ઉપરાંત મ્યુઝિયમના પરિસરમાં આવેલ બગીચાની સફાઇ પણ કરવામાં આવી હતી. જેમાં મ્યુઝીયમના ક્યુરેટર શ્રી સંગીતા રામાનુજ, તેમજ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.









