
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગ હસ્તકના આહવા, સુબિર અને વઘઇ સબ ડિવિઝન હસ્તકનાં અંતરીયાળ ગામડાઓનાં માર્ગો ગત ચોમાસાની ઋતુ દરમિયાન ખાબકેલા અનરાધાર વરસાદને કારણે ખખડધજ બની જવા પામ્યા હતા.વાહન ચાલકો માટે ખૂબ જ અગવડભર્યા બનેલા આ અંતરિયાળ માર્ગોની ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર આર.બી.ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ આહવા સબ ડિવિઝનનાં નાયબ કાર્યપાલક ઈજનેર યતીનભાઈ પટેલ,વઘઇ સબડીવીઝનનાં નાયબ કાર્યપાલક ઈજનેર ટી.આઈ.પટેલ,મદદનીશ ઈજનેરોની ટીમમાં પ્રતિક ગાવીત,સાગર ગવાંદે,આર.એલ.ચૌધરીનાઓએ કમર કસતા મરામતની કામગીરી જેવી કે ડામર પેચ, ગેરૂ, ચુના કલરકામ, સાફ સફાઈ, માર્ગની સાઈડમાં આવેલા નડતરરૂપ વૃક્ષો, ઝાડી ઝાંખરાને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરાતા આ માર્ગો અંતરીયાળ વિસ્તારનાં પ્રજાજનો, વાહન ચાલકો માટે સુગમ બનવા પામ્યા છે.પ્રજાજનો માટે ખુલ્લા મુકાયેલા આ માર્ગો, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગ મકાન વિભાગ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક દુરસ્ત કરાતા, વાહન ચાલક પ્રજાજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.





