AHAVADANG

ડાંગ જિલ્લા પોલીસે પાસા હેઠળનાં બુટલેગરને ઝડપી પાડી આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ભેગો કર્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા એલસીબી અને વઘઇ પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરી પાસા હેઠળના દારૂના ગુનામાં સંડોવાયેલ  બુટલેગરને ઝડપી પાડ્યો હતો.અને લોકસભા સામાન્ય ચૂંટણીમાં અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે હેતુથી બુટલેગરને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મહેશભાઇ શાંતારામભાઇ ભોયે (રહે.કુકડન તા.સુરગાના જી.નાસીક મહારાષ્ટ્ર)નાઓ પર અવાર નવાર દારૂ ગુનાઓ નોંધાયા હતા.જેમાં લોકસભા સામાન્ય ચુંટણી 2024માં આ ઈસમ અસામાજીક પ્રવૃતી ન કરે તે માટે તેના વિરુધ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયત માટે દરખાસ્ત કરવામાં આવી હતી.ત્યારે  ગુજરાત અસામાજિક પ્રવૃતીઓ અટકાવવા બાબત અધિનિયમ 1985 ની કલમ-3ની પેટા કલમ-2 મુજબ ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જે  “દરખાસ્ત મંજુર” કરવામાં આવતા મહેશભાઇ શાંતારામાભાઇ ભોયેની અટકાયત કરવા માટે હુકુમ કરવામાં આવ્યો હતો.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી તથા વઘઈ પોલીસની ટીમે મહેશભાઈ ભોયેની અટકાયત કરી હતી.તેમજ તેને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે કેદી રાહે મોકલી આપવામાં આવ્યો હતો..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button