બેફામ રેતી ખનન થી થાકી ને કાલોલના સગનપુરા-ઉતરેડીયા ગામના યુવાનો દ્રારા રેતી ખનન મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી
તારીખ ૨૬/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમા ગેરકાયદેર રેતી માટી ખનન એ નવાઈની વાત નથી વહિવટી તંત્ર ખનન અટકાવવા પ્રયત્નો કરે છે પરંતું ખનન માફિયાઓનુ નેટવર્ક તંત્ર થી બે આંગળ આગળ ચાલે છે ખનન મગિયાઓ ના ગ્રૂપ મા ખનીજ વિભાગ ની રજેરજ ની માહીતી રોજેરોજ મુકવામાં આવે છે તંત્ર ઉપર ખાનગી માણશો મુકી વોચ રાખવામા આવે છે ત્યારે કાલોલ તાલુકાના સગનપુરા-ઉતરેડીયામાં નદીમાંથી રેતીનું ખનન યથાવત રેહતાં ગામના જાગૃત યુવાનો દ્રારા ૨૫ નવેમ્બર ના રોજ સગનપુરા અને ઉતરેડીયા ગ્રામ પંચાયતની હદ માં આવેલ ગોમાં નદી માંથી રેતી નું ખનન સદંતર બંધ કરવા આદેશ આપવામાં છે અને ખાસ નોંધમાં લખવામાં આવ્યું છે કે જે તે રેતીનું ખનન કરતા ટ્રેકટર ઝડપાસે તેમનું ટ્રેકટર સળગાવી દેવામાં આવશે તેવી પોસ્ટ ફેસબુક યુઝર્સ કિશોર પરમાર નામના યુવક દ્રારા સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી હતી ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે રેતીનું ખનન મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા પગલાં કેમ લેવામાં આવતા નથી અવારનવાર ભૂમાફિયાઓ દ્રારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે કાલોલના સગનપુરા અને ઉતરેડીયા ગામના યુવાનો દ્રારા જાહેર નામુ તેવું પોસ્ટમાં લખી ફેસબુકના માધ્યમથી પોસ્ટ વાઇરલ કરવામાં છે અને વહિવટી તંત્ર ની નિષ્ફળતા ને છતી કરી છે.









