
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇ ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક બ્રિઝા કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો….
વલસાડથી ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવેલા પ્રવાસીઓ તેઓની બ્રિઝા કાર.ન.જી.જે.15.સી.એચ.8383માં સવાર થઈ પરત વલસાડ જઈ રહ્યા હતા.ત્યારે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય સી.એચ.ધોરીમાર્ગનાં બોરીગાવઠા-ચીખલી ફાટક પાસે બ્રિઝા કારનાં ચાલકે સ્ટેયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા આ કાર માર્ગની સાઈડનાં ઝાડ સાથે અથડાઈને પલ્ટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આજે રજાનાં પગલે સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગમાં પ્રવાસી વાહનો ભરમાર હોય જેથી તુરંત જ પસાર થતા પ્રવાસીઓએ દોડી આવી પલ્ટી મારી ગયેલ બ્રિઝા કારમાંથી સવાર તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી..
[wptube id="1252022"]