AHAVADANG

એસ.એસ મહાલા કોલેજના સંચાલકોએ ઓરીજનલ ડોક્યુમેન્ટ ન આપતા વિદ્યાર્થીનીઓ સાથે ધારાસભ્ય અંનત પટેલ કોલેજ પહોંચ્યા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં આવેલ એસ.એસ.મહલા કોલેજમાં નર્સીંગ ની વિદ્યાર્થીનીઓને ઓરીજનલ ડોક્યુમેન્ટ ના આપતા આજરોજ વાંસદા ચીખલીના આદિવાસી ધારાસભ્ય અંનત પટેલે વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સાથે કોલેજ પર પોહચી સંચાલકો સાથે બેઠક યોજી વહેલી તકે ડોક્યુમેન્ટ આપવાની રજુઆત કરી હતી.

ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે ત્યારે અહીંના વિદ્યાર્થીઓએ સારૂ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અન્ય જિલ્લાઓમાં અથવા તો ખાનગી શાળા કે કોલેજોમાં એડમિશન લેવું પડતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા કુકડનખી ગામ ખાતે એસ.એસ.માહલા ખાનગી કોલેજ શરૂ કરવામાં આવી છે જેમાં નર્સીંગ સહિતના કોર્ષ ચાલે છે ત્યારે આ કોલેજમાં આદિવાસી વિસ્તારોની જ કેટલીક વિદ્યાર્થીનીઓએ એડમિશન મેળવ્યું હતું જોકે જે સમયે એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવ્યા હતા એ સમયે અનેક સુવિધા ની વાતો કરવામાં આવી હતી અને બાકીની સુવિધા થોડા સમયમાં પુરી પાડવાનો વાયદો કોલેજના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો તેમછતાં પૂરતી સુવિધા કોલેજ દ્વારા ન અપાતા કેટલીક વિદ્યાર્થીનીઓએ એડમિશન રદ કરી પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ જે એડમિશન સમયે કોલેજમાં આપ્યા હતા એની માંગ કરી હતી પરંતુ કોલેજના સંચાલકો દ્વારા ડોક્યુમેન્ટ આપવાની ના પાડતા આ વિદ્યાર્થીનીઓએ આ અંગે વાંસદા ચીખલી ના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલને બે દિવસ અગાઉ રૂબરૂ મળી રજુઆત કરી હતી જે બાદ ધારાસભ્ય અનંત પટેલ અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહીત વિદ્યાર્થીનીઓ અને વાલીઓ આજરોજ એસ.એસ.માહલા કોલેજ ખાતે પોહચી ને કોલેજના સંચાલક શ્યામ માહલા સાથે ચર્ચા કરી જે વિદ્યાર્થીનીઓ કોલેજમાં અભ્યાસ નથી કરવા માંગતી અને એડમિશન રદ કરાવવા માંગે છે તેમને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત આપવા જણાવ્યું હતું અને એડમિશન રદ કરી ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવવા માટે વિદ્યાર્થીનીઓ દ્વારા લેખિતમાં પણ કોલેજ સંચાલક ને આજરોજ આપવામાં આવ્યું હતું અને જો આવનાર સમયમાં આ વિદ્યાર્થીનીઓ ને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ કોલેજ દ્વારા પરત આપવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button