
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રેરીત ને શિક્ષણ વિભાગ સંચાલિત ડાંગ જિલ્લા કક્ષા ૧૧મી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા આજે ૧૭ મીએ આહવા તાલુકાની સરકારી માધ્યમિક ઉ.મા.શાળા, આહવા ખાતે યોજાઈ હતી.
આ સ્પર્ધા શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના દ્રારા નિયુક્ત પ્રતિનિધિ તથા ડાંગ જિલ્લાના સ. મા. ઉ. મા. શાળા, આહવાના નિવૃત્ત ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય મોરેની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧ મી કવીઝ સ્પર્ધા યોજાઈ
જેમાં શાળા કક્ષાએ વિજેતાએ આ ક્વીઝમાં ભાગ લીધો. શાળાના વિજેતા બાળકો અને ૭ શાળાના શિક્ષકોને ઉપસ્થિતિ મહેમાનો વાંસદા ધરમપુર ના નિવૃત્ત આચાર્ય શ્રી મગનભાઈ પટેલ, શાળાના સુપરવાઈઝર પ્રજેશ ટંડેલ, નિવૃત્ત ગ્રંથપાલ ડી.બી.મોરે, નંદરબાર જિલ્લાના સોનાર સમાજના સદસ્ય શ્રીઅજય વાધના હસ્તે સ્વામી વિવેકાનંદ પુસ્તકો આપીને એનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે આ શાળાના નિવૃત્ત ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય મોરેએ તથા નિવૃત્ત આચાર્ય, હાલના ધરમપુરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મગનભાઈ પટેલ મુખ્ય વકતા તરકે યુવા દિન વિશે યુવાઓની યુવાની વિશે વિસ્તૃત જાણકારી આપી માર્ગ દર્શન આપ્યુ.
આ ૧૧ મી સ્વામી વિવેકાનંદ લેખિત સ્પર્ધનો સંચાલન આ શાળાના અસ્મિતાબેન બારોટે કર્યો હતું. આ જિલ્લા કક્ષાની ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાને રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં સન્માન કરવામાં આવશે.





