AHAVADANG

ડાંગ: ‘હીટ વેવ’ ની સંભાવનાને ધ્યાને લેતા ડાંગ જિલ્લા વહિવટી તંત્રે હાથ ધર્યા આગોતરા પગલા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્યમાં હીટ વેવની સંભાવનાઓને ધ્યાને લેતા ડાંગ જિલ્લા વહિવટી તંત્રે, જિલ્લાના સંબંધિત વિભાગોને આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી વિગતવાર અહેવાલ રજુ કરવાની સુચના આપી છે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરિય બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિતે, જંગલ પ્રદેશમાં બનતી આગ/દવ લાગવાની ઘટનાઓ નિવારી શકાય તે માટે, આગોતરૂ આયોજન કરવાની હિમાયત કરી હતી. શ્રી ગાવિતે હીટ વેવ અને ધોમધખતા ઉનાળામાં પ્રજાજનોના સ્વાસ્થ્યને લગતી તકલીફો બાબતે આરોગ્ય વિભાગને સતર્ક રહેવાની તાકિદ કરી હતી.
જ્યાં પ્રજાજનો/લાભાર્થીઓની લાંબી કતારો લાગતી હોય, મનરેગા સહિત વિકાસના કામો ચાલી રહ્યા હોય, પશુપાલન અને ખેતીવાડીના શ્રમિકો, શાળાના વિધાર્થીઓ, મુસાફર જનતા જેવા ક્ષેત્રે વિશેષ તકેદારી દાખવવાની અપીલ કરી હતી.
વિગતવાર કરવાની થતી કામગીરીની વિગતો સ્પષ્ટ કરતા ડીઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડાએ જિલ્લામાં બનતા નાના મોટા કોઈ પણ બનાવો, ઘટનાઓની જાણ તુરંત ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર સેલને કરવાનો અનુરોધ કર્યો હતો.
બેઠકમાં તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button