
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે બારડોલી દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સ્વાશ્રય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અને સિવણ વર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
બારડોલી દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી અનેક નિ: શુલ્ક વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.અને મહિલાઓ આર્થિક રીતે સદ્ધર – સ્વતંત્ર થાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે.ત્યારે બારડોલી દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વાશ્રય તાલીમ વર્ગ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે શરૂ કરવામાં આવેલ છે.ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે પી.પી.સ્વામીનાં હસ્તે સીવણ વર્ગ (પરિધાન)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં પી.પી.સ્વામી,ગામના આગેવાનો,ગ્રામજનો ,તાલીમ પ્રશિક્ષક નીરમાબેન ભોયે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સ્થાનિકો દ્વારા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ગામડાની બહેનોને આત્મનિર્ભર કરવા માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેની સરાહના કરવામાં આવી હતી..





