AHAVADANG

મહારાષ્ટ્રનાં આભોણા પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીને પકડી પાડતી સાપુતારા પોલીસની ટીમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

અગામી લોકસભા ચુંટણી-2024નાં અનુસંધાને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા ના.પો.અધિક્ષક એસ.જી.પાટીલનાઓએ અત્રેના તથા બીજા રાજયમાં નોંધાયેલ ગુનાઓના આરોપીઓ જે અત્રેના ડાંગ જીલ્લામાં અથવા બીજા જિલ્લામાં રહેતા હોય તેવા કેસોમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને સત્વરે પકડી પાડી જરૂરી કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને આજરોજ સાપુતારા પોલીસ સબ ઇન્સપેક્ટર  એન.ઝેડ.ભોયા તથા અ.હે.કો. શૈલેષભાઇ સીતારામભાઇ બ.નં.494 તથા પો.કો. રણજીતભાઇ ધનજીભાઇ બ.નં.064 એ રીતેના પોલીસ સ્ટાફ સાથે સાપુતારા પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે વખતે સાથેના અ.હે.કો. શૈલેષભાઇ સીતારામભાઇ નાઓને આધારભુત બાતમી હકિકત મળેલ કે, “મહારાષ્ટ્ર રાજયના નાશિક જીલ્લાના આભોણા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.44/2024 ઇ.પી.કો.કલમ-328,188,272,273 મુજબના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી- ચંદુભાઇ રહે.ગલકુંડ તા.આહવા જી.ડાંગ ગુજરાત વાળો બોલેરો ગાડી નં.GJ-30-A-3289ને લઇ મહારાષ્ટ્ર રાજયમાંથી સાપુતારા થઇ ગલકુંડ જનાર હોય જે બાતમી આધારે સાપુતારા પોલીસ ચેકપોસ્ટ ઉપર વોચમાં હતા.તે વખતે આરોપી- ચંદુભાઇ ઉર્ફે ચંદ્રકાંત હરીદાસ જાદવ ઉ.વ.49 રહે.ગલકુંડ તા.આહવા જી.ડાંગ (ગુજરાત) મુળ.કનાસી તા.કળવણ જી.નાશિક (મહારાષ્ટ્ર) નાઓ પોતાના માલીકીની બોલેરો ગાડી લઇ કલાક.11/55 વાગ્યે સાપુતારા પોલીસ ચેકપોસ્ટ ઉપર આવતા તેઓને સાપુતારા પોલીસ સ્ટેશનમાં લઇ આવી આજરોજ તા.10/04/2024 ના કલાકઃ12/25 વાગ્યે C.R.P.C. કલમ-41(1)આઇ મુજબ અટક કરવામાં આવેલ છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઇ એન.ઝેડ ભોયાએ સદર આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે આભોણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button