
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં કાલીબેલ ખાતે પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનાં વિરોધની સાથે સ્વેતપત્રની માંગણી કરી સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી….
આજથી એક વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવરલિંકનો પ્રોજેકટ આદિવાસીઓ માટે વેધક પ્રશ્ન બન્યો હતો.આ પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેકટનાં વિરોધનો શ્રેય વાંસદાનાં આદિવાસી ધારાસભ્ય અનંતભાઈ પટેલનાં ફાળે જાય છે.દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત મહાકાય ડેમોનાં નિર્માણની વાત આદિવાસીઓને હચમચાવી ગઈ હતી.ત્યારબાદ આદિવાસી નેતા અનંતભાઈ પટેલનાં નેતૃત્વમાં અનેક આદિવાસી સંગઠનો બહાર આવ્યા હતા.અને આ મહાકાય ડેમોને રદ કરવા માટે આદિવાસી સંગઠનો દ્વારા ઠેરઠેર મોટી સભાઓ,રેલીઓ અને ઘરણા પ્રદર્શન યોજાયા હતા.દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનાં વિરોધનો ઉગ્ર જુવાળ એટલી હદે વધી ગયો કે રાજય સરકાર દ્વારા આ મહાકાય ડેમોને સ્થગિત રાખવા માટે જાહેરાત કરી હતી. અને ત્યાર બાદ થોડા અંશે દક્ષિણ ગુજરાતનાં લોકોએ રાહત મેળવી હતી.પરંતુ આદિવાસી સંગઠનો દ્વારા સરકારને મૌખિક નહી પરંતુ સ્વેતપત્ર બહાર પાડવાનું રટણ ચાલુ જ રાખતા આ મુદ્દો હજી પણ ગરમાવો લઈ રહ્યો છે.પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેકટનાં વિરોધ મુદ્દે આદિવાસી સમાજની લડતને આજે 17મી ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયુ છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કાલીબેલ ગામે વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં પાર તાપી અને નર્મદા રિવરલિંકનાં વિરોધની સાથે સ્વેતપત્ર માટે સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેકટનાં વિરોધને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે.તેમ છતાંય રાજય અને કેન્દ્રની સરકારે ડેમો ન બનાવવા અંગેનું સ્વેતપત્ર આજદિન સુધી આદિવાસી સમાજને ન આપી ગુમરાહ જ કર્યા છે.જેથી આજરોજ અમોએ ડેમોનાં પ્રભાવિત કાલીબેલ વિસ્તારમાં સંકલ્પ દિવસની ઉજવણી કરી આ ડેમો નહિ બનવા દઈએનો નીર્ધાર વ્યકત કર્યો છે.જ્યાં સુધી સરકાર સ્વેતપત્ર ન આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહશેનો હુંકાર ભર્યો હતો…





