DANG

વઘઇના ચીકાર ગામના પુલ રીનોવેશન કામમાં ભય વગરનું ભ્રષ્ટાચાર આચરાતો હોવાની બુમરેણ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના ચિંકાર ગામે પુલ નું રીનોવેશન કામ ચાલી રહ્યો છે. આ પુલનાં રિનોવેશન કામમાં હલકી કક્ષાની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની બુમરાણ ઉઠી છે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિંકાર ગામમાં છેલ્લા ઘણા સમયથી પુલનો રીનોવેશન કામ ચાલી રહ્યો છે.આ પુલના રીનોવેશન કામની ફાળવણી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા પુલ બનાવવામાં હલકી મટીરીયલનો ઉપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી  રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
તેમજ કોન્ટ્રાકટર દ્વારા ચોમાસા દરમિયાન કામ ચાલુ રાખવામાં આવતા રસ્તાનું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે બિન ઉપયોગી કામગીરી કરીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરીને પોતાના આર્થિક સ્વાર્થ માટે સ૨કા૨ને ચૂનો ચોંપડવામાં આવી રહ્યો છે. નવાઇની વાત તો એ છેકે, આ પુલની રીનોવેશન કામગીરી ઉપર ઉપરી અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતી નથી. જેથી કોન્ટ્રાક્ટરને મોકળુ મેદાન મળી ગયું હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. કોન્ટ્રાકટર અને અધિકારીઓના મેળાપીપણામાં ખુલ્લેઆમ ભયવગરનું ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે.
કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નહીં હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કોન્ટ્રાકટરને યોગ્ય કામગીરી કરવા  વહીવટીતંત્ર સૂચના આપે તેવી લોક માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button