AHAVADANG

ડાંગ: રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવતા વિરોધ પ્રદર્શન કરતા કૉંગ્રેસી આગેવાનોની પોલીસે ધરપકડ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ લોકસભાનાં સભ્ય પદે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવતા ડાંગ કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવતા પોલીસે કૉંગ્રેસી આગેવાનોની ધરપકડ કરી…પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ડાંગ કૉંગ્રેસનાં આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીને લોકસભાનાં સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત એ મજબૂત સંકેત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે.વિવિધ પ્લેટફોર્મ પર મોદી અને અદાણી વચ્ચેનાં સંબંધો પર રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે.તેમના પ્રિય મિત્ર અદાણીને મદદ કરવા માટે મોદી દ્વારા સત્તાના દુરુપયોગ સામે તેમની નિર્ભયતા અને અણનમ લડતથી અને તેઓ સંસદમાં તેમની સાંઠગાંઠનો પર્દાફાશ કરશે તેવા ડરથી, સમગ્ર મોદી શાસન તેમનો અવાજ બંધ કરવા આવા કુટિલ પગલાનો આશરો લઈ રહ્યા છે.જેથી ડાંગ કોંગ્રેસ પક્ષ આ હરકતની સખત નિંદા કરે છે.અને સત્યની આ લડતમાં રાહુલજીની પડખે ઊભા છીએ.વધુમાં ડાંગ જિલ્લા યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવવામાં આવ્યુ કે રાહુલ ગાંધી એકલા નથી,લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો એકી અવાજે સત્ય અને ન્યાયની લડાઈમાં તેમની સાથે છે.રાહુલજીની સાથે એકતામાં અને તેમની નિર્ભય લડાઈના અડીખમ સમર્થનમાં લાખો કાર્યકર્તાઓ છે.જેથી અમે ઘબરાવાના નથી.આજરોજ ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા મથકે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સત્યાગ્રહ – સંકલ્પ ધરણાનો એક કાર્યક્રમ કરવામાં આવનાર હતો.જેની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી કાર્યકર્તાઓની રસ્તામાં જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ વિરોધ પ્રદર્શનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, મહિલા પ્રમુખ લતાબેન ભોયે,ડાંગ જિલ્લા કોંગ્રેસ એસ.ટી સેલ ચેરમેન હરેશ ચૌધરી, મનીષ મારકણા, હીનાબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા…

[wptube id="1252022"]
Back to top button