AHAVADANG

ડાંગ જિલ્લાનાં વ્યાપારી નગર વઘઇ ખાતે હોળી પર્વ નિમિત્તે ભુરકુંડે હાટ બજારમાં માનવ મહેરામણ ઉમટી પડયુ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હોળી પર્વને આદિવાસી સમાજ ધામધૂમ પૂર્વક ઉજવે છે.ડાંગ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે ભરાતા ભુરકુંડે હાટ બજાર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.ડાંગ જિલ્લાનાં વ્યાપારી નગર વઘઇ ખાતે આજરોજ બુધવારે હોળી પર્વ નિમિત્તે ભરાયેલ ભુરકુંડે હાટ બજારમાં ચિક્કાર માનવ મેદની ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.વઘઇનાં હાટ બજારમાં લોકોએ હરી ફરીને ખરીદી કરી હતી.વઘઇ નગરમાં ભરાયેલ હાટ બજારમાં પરંપરાગત રીતે દેવી દેવતાઓનાં મુખુટા પહેરી વાજિંત્રોનાં તાલે નાચ ગાન કરતા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા…

[wptube id="1252022"]
Back to top button