AHAVADANG

ડાંગ: સ્પર્સ અંતર્ગત પૂર્વ સૈનિકો અને તેઓના આશ્રિતો માટે આઉટરીચ પ્રોગ્રામ બાબત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ : ડાંગ

મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સુરત તરફથી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર ૧૦૧ એન્જિનિયર રેજીમેન્ટ દ્વારા આર્મિ પબ્લીક સ્કૂલ, શાહીબાગ રોડ, અમદાવાદ ખાતે તારીખ ૨૯ અને ૩૦ મે ૨૦૨૩ના રોજ સમય ૧૦.૦૦ થી ૧૭.૦૦ વાગ્યા સુધી પૂર્વ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને સ્પર્સ અંતર્ગત તમામ પ્રકારની માહીતી આપવાના હેતુથી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને જીવીત હોવાના પ્રમાણપત્ર (Digital Life certificate) અને સ્પર્સ અંતર્ગત માહિત અને સમસ્યાનુ તાત્કાલીક નિવારણ થાય તે માટે વધુમા વધુ હાજર રહેવા જણાવવામાં આવે છે.
વધુ વિગત માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧- ૨૯૧૩૮૨૦ / ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવવામા આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button