AHAVADANG

ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વે જિલ્લાનાં શિવાલયો હર હર ભોલેનાં નાદથી ગુંજી ઉઠ્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે ઠેરઠેર શિવાલયો નજીક લોકમેળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા.ડાંગ જિલ્લાનાં શિવાલયો હર હર ભોલેનાં નાદથી ગુંજી ઉઠ્યા…..રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે ઠેરઠેર ભરાયેલ લોકમેળાઓ ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતેનાં પંપેશ્વર મહાદેવ મંદિર,ભેંસકાતરીનું માયાદેવી મંદિર,બરમ્યાવડનું શિવમંદિર,નવાગામ ખાતેનું તવલેશ્વર મહાદેવનું મંદિર,સાપુતારા ખાતેનું નાગેશ્વર મહાદેવનું મંદિર,બિલમાળનું અર્ધનારેશ્વર મંદિર,ચીંચલી તેમજ ખાતળ માછળી ખાતે પ્રાચીન સમયમાં રાણી અહલ્યાબાઈ હોળકર દ્વારા નિર્માણ પામેલ પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર,નિંબારપાડાનું શિવમંદિર સહીતનાં શિવાલયો ખાતે શનિવારે વહેલી સવારથી જ ભગવાન ભોળેનાથને રીઝવવા માટે ભક્તોનો ઘોડાપૂર જામ્યો હતો.ડાંગ જિલ્લાનાં પૌરાણિક શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક સંસ્થાઓ દ્વારા હોમ,હવન,યજ્ઞ,ભજન કીર્તન સહીત મહાપ્રસાદીનું સુંદર આયોજન પુરૂ પાડ્યુ હતુ.ડાંગ જિલ્લામાં શિવાલયો નજીક દિવસભર હર હર ભોલે અને બમ બમ ભોલેનો ગુંજારવ સંભળાતા અહીનું વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યુ હતુ.મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે ડાંગ સહીત મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉમટી પડેલ શ્રધ્ધાળુઓએ શિવાલયોમાં ભોળેનાથને,દૂધ,બીલીપત્ર,શ્રીફળ સહિત ખજૂરનો ચડાવો ચઢાવી ભક્તિની ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીમાં આવેલ બરમ્યાવડ શિવમંદિર ,અર્ધનારેશ્વર બિલમાળ,નિંબારપાડા શિવમંદિર,તેમજ ભેંસકાતરીનાં માયાદેવી સ્થાનકે ભરાયેલ લોકમેળા જાત્રાઓ ખરીદીની સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીનાં પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓએ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી લોકમેળાઓનો ઉત્સવ માણી ધન્યતા અનુભવી હતી…

[wptube id="1252022"]
Back to top button