
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરિત ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારી – રમત ગમત કચેરી આહવા દ્વારા સરકારી માધ્યમિક શાળા ખાતે મહર્ષિ શ્રી અરવિંદ ૧૫૦ મી જયંતી નિમિત્તે ડાંગ જિલ્લા કક્ષાની વકૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં ૨૦૮ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો.
આ કાર્યક્રમ સ. મા. શાળા, આહવાના આચાર્ય તેમજ ડાંગ જિલ્લા એસ. વી. એસ. કન્વીનર શ્રીઅમરસિંહ ગાગૂર્ડે, સુમન હાઈસ્કૂલ, સૂરતના આચાર્ય ડો. સુરશે અવૈયા, સુરત પ્રા.શાળાના આચાર્ય શ્રી બીપીનભાઈ ગોધાણી, ડાંગ જિલ્લા ઈકો કલબ સંયોજક ડી.બી.મોરે તથા સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટના કમલેશ પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો.જેની શરૂઆત ૐકાર નાદથી થયો.
જેમાં – નિબંધ સ્પર્ધા માં પ્રથમ વિજેતા રાઠોડ પ્રિતિબેન કે. સ. મા. શા. પિપલદહાડ,વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ વિજેતા નિબારે હેતલ એન. સ.મા.શા. આહવા, ચિત્ર સ્પર્ધા માં પ્રથમ વિજેતા ગાયકવાડ જોન્સન બી. મા. ઉ. મા. શા. પિંપરી જાહેર થયા.
આ સ્પર્ધાના જિલ્લા પ્રથમ નંબર વિજેતામાં ત્રણ સ્પર્ધાના ત્રણ પ્રથમ વિજેતા રાજય કક્ષાએ ભાગ લેવા જશે.
આ ડાંગ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતના માર્ગદર્શન હેઠળ ડાંગના શ્રી દત્તાત્રેય મોરે કર્યું. જયારે અસ્મીતાબેન, પ્રવીણાબેન, રાજેશ રાવલ, સંગીતા બેન વગેરે નિણાર્યક તરીકે સેવા આપી હતી.
આ સ્પર્ધા ભાગ લેનાર ને વિજેતા થનાર, તેમજ આયોજક, સંચાલનક ને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે અભિનંદન આપ્યા હતા.