ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે અધિકારી, કર્મચારીઓએ આદિકવિ નરસિંહ મહેતા જન્મદિવસ ઉજવણી પ્રસંગે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
યુનિ. રજીસ્ટ્રારશ્રી સુખડીયાએ આદ્યકવિ નરસિંહ મહેતાનાં જીવનમાંથી સામાજીક સમરસતાનો બોધ સાથે કૃષ્ણભક્તિની વાત કરી
જૂનાગઢ તા. ૨૩, જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ ખાતે યુનિ.નાં રજીસ્ટ્રાર ડી.એચ. સુખડીયાની અધ્યક્ષતામાં નરસિંહ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. નરસિંહ મહેતા રચિત પદોનાં ગાન શ્રવણ બાદ ડો. ડી.એચ. સુખડીયાએ નરસિંહ મહેતાની છબીને પુષ્પાહાર અર્પણ કરી શ્રધાભાવ વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે નરસિંહ મહેતાનાં જીવનમાંથી સામાજીક સમરસતાનાં બોધ સાથે કૃષ્ણભક્તિની સમજણ જીવન પાથેય બની રહે છે. આ તકે યુનિ.નાં પ્રા. ભાવસિંહ ડોડીયા, પ્રા.નિશીથ ધારૈયા, ડો. સુહાસ વ્યાસ, ડો. જયસિંહ ઝાલા, સલીમ સીડા, લોકલફંડ કચેરીનાં હિસાબી અધિકારી સુવા, યુનિ.નાં હિસાબી અધિકારી કીર્તીબા, સહિત વિવિધ ફેક્લટીઓ, વિવિધ વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ડો. શેખે નરસીંહ મહેતાનાં જીવનમાંથી બોધાત્મક બાબતોનો ચિસ્તાર રજુ કર્યો હતો. ડો. મયંક સોનીએ આભાર દર્શન અને અશ્વિન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;









