
તા.૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુરમાં ભૂતકાળમાં કદી બની ન હોય તેવી બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા એક વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ વાહનમાંથી જૂના-પુરાતન સિક્કાની એક કોથળી પડી જતાં અચરજ પમાડે તેવા સિક્કા રોડ પર વેરણ છેરણ થઈ ગયા હતા. રાતના અચાનક રોડ પર ખણખણાટ થતાં રોડ પર રહેતા લોકો અચરજ સાથે રોડ પર દોડી આવ્યા હતા અને હાથમાં આવ્યા તેટલા સિક્કા વીણવા માંડ્યા હતા. જેતપુરના જુનાગઢ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવમાં જાણકારોમાં કુતૂહલ ફેલાયું છે. તેમજ જોતજોતામાં આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી.

જાણકારોએ કહ્યું કે, કોઈ વાહનમાંથી આવા જૂના અને પુરાણા સિક્કા ભરેલી પ્લાસ્ટિકની થેલી પડી જતાં સિક્કા રોડ પર વેરાઈ ગયા હતા. બનાવ સમયે રોડ પર હાજર અને આજુબાજુના લત્તાવાસીઓએ રોડ પર દોડ મૂકીને સિક્કા વીણવા માંડ્યા હતા. એ કારણે રોડ પર ટ્રાફિક પણ જામ થયો હતો. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતપુરમાં જે જગ્યાએ સિક્કા વેરાયા તે જગ્યાએથી એટલેકે રોડ પરથી નિકલનાર વાહન ચાલકો પણ પોતપોતાનાં નાના-મોટા વાહનો થોભવીને નશીબ અજમાવવા સિક્કાઓ વીણવા લાગ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ચલણી સિક્કા વીણતા મહિલા સહિતના લોકો દેખાય છે.









