AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હળવા વરસાદની હેલીઓનો શુભારંભ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હળવા વરસાદની હેલીઓનો પ્રારંભ થવાની સાથે ચોમાસાની ઋતુનું આગમન નોંધાયુ…..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં આખરમાં પણ ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ ન થતા ડાંગવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.દરવર્ષે જૂન મહિનામાં ચોમાસાની ઋતુ વિધિવત જોવા મળી રહે છે.પરંતુ ચાલુ વર્ષે વરસાદની સિઝને લાંબો અંતરાલ ખેંચતા ડાંગવાસીઓમાં ખેતીનાં બિયારણ ઓરવા બાબતે દ્વિધા સર્જાઈ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સોમવારે દિવસ દરમ્યાન હળવા વરસાદી માહોલનો પ્રારંભ થતા સમગ્ર પંથકોમાં પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા બોટીંગ,ટેબલ પોઈંટ,સ્ટેપ ગાર્ડન,રોઝ ગાર્ડન,સનરાઈઝ પોઈંટ સહિતનાં સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા ફરવા આવેલ પ્રવાસીઓની મોજ પડી ગઈ હતી..

[wptube id="1252022"]
Back to top button