DANGWAGHAI

વઘઇ તકલીખાડી મંદિરે હનુમાનજીની મૂર્તિને કોઈકે ખંડીત કરતા આગેવાનોએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક તકલીખાડી પાસે આવેલ હનુમાનજીનાં મંદિરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડીત કરતા આગેવાનોએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ કરી..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇથી ભેંસકાતરીને જોડતા માર્ગનાં ડુંગરડા તકલીખાડી પાસે વર્ષોથી હનુમાનજીનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.આ મંદિરમાં ગતરોજ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા હનુમાનજીની મૂર્તિની આંખ કાઢી લઈ તોડફોડ કરતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો.વધુમાં આ હનુમાનજીનાં મંદિર પાસે કાયમ દારૂ પીનારા અને ગાંજોનું સેવન કરનાર ઈસમો જોવા મળી રહ્યાનું આગેવાનો દ્વારા આક્ષેપ કર્યો છે.તથા આ ઈસમો હનુમાનજીનાં મંદિરે રહેતા મહારાજ સાથે પણ ગેરવર્તન કરી રહ્યા છે.હાલમાં આગેવાનો દ્વારા હનુમાનજીની મૂર્તિ ખંડિત કરનાર ઈસમો તથા મંદિર પાસે અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે..

[wptube id="1252022"]
Back to top button